1962

ઠાકર લૉજ નો જન્મ શ્રી કરુણાશકંર દેવશંકર ઠાકર તથા શ્રી લીલાવંતી બેન કરુણાશકંર ઠાકર દ્વારા ૧૯૬૨ની સાલમાંઉદભવ થયેલો શ્રી કરુણાશકંર ઠાકર વ્યવસાયે શિક્ષક હતા અને તેમના ગુરુશ્રી ધ્યાન શંકર મુક્તિ નારાયણ જે જોગ બાપુના નામથી પ્રસિદ્ધ હતા તેમની અપાર શ્રદ્ધા અને ભક્તિ ધરાવતા હતા દીકરાઓ મોટા થતા તેમને અલગ-અલગ ઘણા વ્યવસાયો કર્યા પણ પૂર્ણ સફળતા મળી રહેતી નથી એક દિવસ શ્રી કરુણાશકંર ઠાકરે પોતાની આપવીતી શ્રી જોગ બાપુ ને જણાવી બાપએુ અત્યંત પ્રેમપૂર્વક તેમની લાગણી અને સેવા ને અનુલક્ષી તેમને જ્ણાવ્યું કે બેટા તું માઈ કે હાથ કા ખાના ખીલા તેરે વહાં ગાડીઓ કી લાઈન લગેગી . બસ ત્યારથી જોગ બાપુના આશીર્વાદ વચન ને અનલુક્ષી શ્રી કરુણાશકંર ઠાકર તથા તેમના પત્રુ શ્રી હસમખુભાઈ ના અથાગ પ્રયત્ન અને મહેનતથી ઘરમેળે નાની એવી લોજ ની સ્થાપના કરેલ જેમાં શ્રી લીલાવંતી બેન અને શ્રી રંજનબેન જે હસમખુભાઈ ના પત્ની જેમને પોતાની આગવી રસોઈની ઢબ મસાલા ની ઓળખ શુદ્ધ અને સાત્વિક ઘર જેવી રસોઈ લોજમાં પર પરોસ્વાનું શરૂ કરેલ

1975

એ સમયે મોરબી માત્ર નાનું એવું ગામ હતું જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છ થી ખેડૂત ભાઈઓ બળદ અને ગાયો ખરીદવા અથવા વેચવા માટે આવતા હતા એ સમયે કોઈ પણ જમવાની વ્યવસ્થા મોરબીમાં હતી નહીં ખેડૂત ભાઈઓને શરૂઆતમાં મફતમાં ભાવપૂર્વક પ્રેમથી ઠાકર પદરવાર જમાડતો હતો બદલામાં ખેડૂત મિત્રો નજીવી રકમ આપી સંસાર ચલાવવામાં મદદરૂપ થતા હતા સમય જતાં જતાં પ્રસિદ્ધ ચોમેર પ્રસરતા ઘર મેળે થયેલ જમવા માટેની લોજ એક નાની એવી ગેસ્ટ હાઉસમાં પરાવર્તિત થયેલ પરિવારની અથાગ મહેનત અને સાદગી ના પરિણામ રૂપે 1975 ની સાલમાં મોટી એવી ઠાકર લોજ સ્થાપના થઇ અને ત્યારબાદ ગ્રાહકોની પહેલી એવી પસંદ જયાં ઘર જેવી સખુ -સુવિધાઓ અને સાંત્વના મળે એ ઠાકર લોજ સૌરાષ્ટ્રની એકમાત્ર ઓળખ બની ગયેલ. જેમાં રહેવા માટેની તથા જમવા માટેની અલગ વ્યવસ્થા ઉભી કરવામાં આવેલ.

1988

જેમ જેમ સમય પસાર થતા અને અભૂતપૂવર્ક આવકાર મળતા નાની એવી લોજ તથા નાનું એવું ગેસ્ટ હાઉસ એક ભવ્ય અને આલીશાન હોટેલમાં પદરવતાન પામી હતી.

2000

સમય જતાં જતાં સમગ્ર પરિવાર ઠાકર લોજની સાથ જોડાઈ નવી ઊંચાઈ પર પહોંચવા કટીબદ્ધ થઇ ગયેલ ત્યારબાદ શ્રી હસમુખભાઈ ના પુત્ર વનરાજભાઈ તથા શ્રી નરેન્દ્ર ભાઈ પુત્ર અમિતભાઈ નાનુ ગામ છોડી રાજકોટ તરફ પ્રયાણ કરેલ ત્યાં નાની એવી ભાડાની રેસ્ટોરન્ટ થી શરૂઆત કરેલ. પૂર્ણ ખંત અને સખત મહેનતના ફળ સ્વરૂપ ઠાકર લોજ નું નામ માત્ર સૌરાષ્ટ્ર નહીં પૂર્ણ ગુજરાતમાં પ્રસરવેલ.

2010

શ્રી હસમખુ ભાઈની દૂરંદેશી ના ફળસ્વરૂપેરાજકોટમાં જુબેલી બાગ ની સામે આવેલ એક ખુલ્લા પ્લોટ પર પડતાં તેમને ભવિષ્યની ઠાકર લોજ દ્ર્ષ્ટિમાન થયેલ. શ્રી હસમખુભાઈ, શ્રી નરેન્દ્ર ભાઈ તથા શ્રી ઓમશંકરભાઈ ત્રણેય ભાઈઓ એમ મળીને એક ભવ્ય ફેમીલી રેસ્ટોરન્ટ જયાં ગુજરાત ની અવનવી વાનગીઓ multi cuisine restaurant જેમાં પંજાબી ચાઈનીઝ સાઉથ ઇન્ડિયન મેક્સિકન અને ભાતભાતના વ્યંજનો મળી રહે એવી અલાયદી રેસ્ટોરન્ટની રચના કરેલ જેમાં શભુ પ્રસંગો કરવા માટે ૧૦૦ થી લઈ ૧૦૦૦ વ્યક્તત સધુી શભુ પ્રસંગ કરી શકાય એવા ૨ બેનમૂન બેન્કવેટ છે સાથે 3 સ્ટાર કેટોગરી ની ભવ્ય રહેવા માટેની હોટેલ પર બનાવવામાં આવેલ છે. જેમાં પૌષ્ટિક તાજો અને સ્વાદિષ્ટ સવારનો નાસ્તો બપોરનું જમવાનું અને રાત્રિ નું જમણ પીરસવામાં આવે છે.

2016

ત્યારબાદ વડીલોના આશીર્વાદ અને માર્ગદર્શન હેઠળ ધ ગ્રાન્ડ ઠાકર નવી ક્ષિતિજોને પાર કરવા ૨૦૧૬ માં અમદાવાદ iscon cross road khate એક અદભુત રેસ્ટોરન્ટ તથા banquet ની સ્થાપના કરવામાં આવેલ જ્યાં અમદાવાદની સ્વાદ પ્રિય જનતાએ અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડયો અવાર નવાર મુંબઈ તથા બહાર ગુજરાત થી આવનાર ગ્રાહકોની ચાહના ને અનુસરીને એસ.પી રીંગ રોડ વસ્ત્રાલ ખાતે તથા વડોદરા અલકાપુરી ખાતે ફ્રેન્ચાઇઝી બિઝનેસમાં જંપલાવેલ

2021

૨૦૨૧ ની નવી સદીના ધ ગ્રાન્ડ ઠાકર રાજકોટ ખાતે એક ભવ્યાતિભવ્ય પાર્ટી પ્લોટ નું નિર્માણ કરી રહેલ છે જેમાં આજકાલની જનરેશન ની ડિમાન્ડ મુજબ ડેસ્ટિનેશન વેડિંગ જેવું ભવ્ય આયોજન 200 થી લઈ 2500 સુધી વ્યક્તિઓ એક સાથે આ પ્રસંગનો લ્હાવો માણી શકશે
દેશ-વિદેશથી અનેક ઓફરો આવતી હોવાથી હવે ધ ગ્રાન્ડ ઠાકર યુ.એસ.એ તથા કેનેડા પ્રયાણ કરવા જઈ રહેલ છે.